Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નિંદ્રાધિન હાલતમાં પ્રૌઢનું બેશુદ્ધ થઈ જતા મોત

જામનગરમાં નિંદ્રાધિન હાલતમાં પ્રૌઢનું બેશુદ્ધ થઈ જતા મોત

સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 ના છેડે આવેલા વિસ્તારમાં રહેતા પ્રૌઢ નિંદ્રાધિન હાલતમાં જ બેશુદ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 ના છેડે આવેલા શાંતિનગર-7 મા રહેતા ભીખુપરી રાજપરી ગોસાઈ (ઉ.વ.57) નામના પ્રૌઢ ગુરૂવારે તેના ઘરે નિંદ્રાધિન હતાં ત્યારે બેશુદ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર નિલેશપરી દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular