Sunday, January 5, 2025
Homeરાષ્ટ્રીયદેશમાં એક વર્ષમાં હટાવવામાં આવશે તમામ ટોલ પ્લાઝા, આવશે આ નવી ટેકનોલોજી

દેશમાં એક વર્ષમાં હટાવવામાં આવશે તમામ ટોલ પ્લાઝા, આવશે આ નવી ટેકનોલોજી

- Advertisement -

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં મોટું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આગામી એક વર્ષમાં દેશના તમામ ટોલપ્લાઝા હટાવવામાં આવશે અને તેની જગ્યાએ GPS ટ્રેકર લગાવવામાં આવશે. એટલે કે તમારું વહન રસ્તા પર જેટલું ચાલે છે તેટલો જ ટેક્સ ચૂકવવાનો રહેશે.

- Advertisement -

અમરોહાના બીજેપી સાંસદ કુંવર દાનીશ અલીએ લોકસભામાં  ટોલ પ્લાઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જો ટોલપ્લાઝા કાઢી નાખવામાં આવે તો રસ્તાઓ બનાવનાર કંપની વળતર માંગશે. પરંતુ સરકારે અગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા રદ કરવાનો નિર્ણય લીધો છે. અને એક આધુનિક ટેકનોલોજી વિકસાવાઈ રહી છે.

સરકાર એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેમાં હાઈવે પર જ્યાંથી ચઢીએ ત્યાં GPSની મદદથી કેમરા વાહનનો ફોટો લેશે અને જે હાઈવે પર ઉતરીએ ત્યાં એક ફોટો લેવામાં આવશે. અને જેટલું અંતર હશે તેટલો જ ટેક્સ ચુકવવાનો રહેશે. આ સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની પ્રત્યેક 50 કિ.મી.ની લંબાઈ પર પૂરી પાડવામાં આવશે. જે ખાનગી ભાગીદારી દ્વારા વિકસાવવામાં આવશે.હાલ સરકાર દ્રારા તમામ નેશનલ હાઈવે પર ફાસ્ટેગની સુવિધા લાગુ કરવામાં આવી છે.જેનાથી વાહનો લાઈનમાં ઉભા રહ્યા વગર ઓટોમેટીક રીતે ટોલ પ્લાઝા પર ટેક્સ ભરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular