હિમાચલ પ્રદેશના મંડીના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામ સ્વરૂપ શર્માનું આજે રોજ નિધન થયું છે. તેનો મૃતદેહ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાન પરથી મળી આવ્યો હતો. તેના ઘરમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાથી આપઘાતની શંકાઓ સેવાઈ રહી છે.
રામસ્વરૂપ શર્મા હિમાચલના મંડીના ભાજપના સાંસદે આપઘાત કરી લીધાની પુષ્ટિ હજુ સુધી થઇ નથી. 62 વર્ષીય રામસ્વરૂપ શર્માના અવસાન પછી આજે યોજાનારી ભાજપ સંસદીય પાર્ટીની બેઠક રદ કરવામાં આવી છે. રામસ્વરૂપ શર્મા મંડી સંસદીય મત વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બન્યા છે. સામાન્ય કુટુંબ સાથે સંકળાયેલા આ સાંસદ મૂળ માંડી જિલ્લાના જોગેન્દ્રનગરના હતા. સાંસદ બનતા પહેલા તેઓ માંડી જિલ્લાના ભાજપ સચિવ અને તે પછી હિમાચલ પ્રદેશ ભાજપના સચિવ હતા. તે હિમાચલ ખાદ્ય અને નાગરિક પુરવઠા નિગમના પ્રમુખ પણ હતા.
રામસ્વરૂપ શર્માના સ્ટાફે દિલ્હી પોલીસને જણાવ્યા અનુસાર આજે સવારે તે રૂમ ખોલવા માટે ગયો તો રૂમ અંદરથી લોક હતો. અનેક વખત ખખડાવ્યા બાદ પણ તેઓએ દરવાજો ન ખોલ્યો તો સ્ટાફે પોલીસને ફોન કર્યો અને પોલીસે આવીને દરવાજો તોડીને જોયું તો તેઓ ફાંસી ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા.