Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપોલીસના ખભે હવે કેમેરા

પોલીસના ખભે હવે કેમેરા

10 હજાર બોડીવોર્ન કેમેરાનું લોકાર્પણ

- Advertisement -

અત્યાર સુધી પોલીસ સીસીટીવી કેમેરા દ્વારા લોકો પર નજર રાખતી હતી. પરંતુ, હવે પોલીસ પોતાની બોડી પર જ કેમેરા લગાવશે અને મોટા ઓપરેશનો પાર પાડશે. ટ્રાફિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ રોજીંદા કામ કે ઓપરેશનમાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. ગુજરાતના શહેરો અને જિલ્લાની પોલીસને બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે.

- Advertisement -

અમદાવાદમાં ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરાના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

‘બોડી વોર્ન કેમેરા’ની ઉપયોગિતા વર્ણવતા જાડેજાએ કહ્યું કે, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, વીવીઆઇપી સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ ‘બોડી વોર્ન કેમેરા’નો ઉપયોગ કરી શકશે. પોલીસતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથોસાથ ટેકનોલોજીનો પણ સુપેરે ઉપયોગ કરવો પડશે.

- Advertisement -

પોલીસસેવાના વિસ્તરણ અને આધુનિકીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે, અને રાજ્યમાં આ અંગે નક્કર પગલા ભરવામાં આવી રહ્યા છે, એમ જણાવતા જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ગુંડાઓ સામે વધુ કડક હાથે કામગીરી કરવા માટે ગુજરાત ગુન્ડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવીટી(પ્રિવેન્શન) ,2020 રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી અર્થે મૂક્યો છે.વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 7 હજારથી વધુ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular