જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર સત્યમ હોટલ નજીક આવેલા શિવા ટેર્નામેન્ટમાં રહેતો 15 વર્ષનો તરૂણ વિદ્યાર્થી ગુરૂવારે સાંજના સમયે તેના ઘરેથી નિકળ્યા બાદ લાપતા થઈ જતા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર સત્યમ હોટલ નજીક આવેલા શિવા ટેર્નામેન્ટ બ્લોક નં.9 માં રહેતા જીજ્ઞેશભાઈ વિઠ્ઠલાણી નામના વેપારી લોહાણા યુવાનનો પુત્ર રૂદ્ર જીજ્ઞેશભાઈ વિઠ્ઠલાણી (ઉ.વ.15) નામનો તરૂણ વિદ્યાર્થી ગુરૂવારે સાંજના સમયે તેના ઘરેથી સર પાસેથી દાખલો શિખવા જવાનું કહીને બહાર નિકળ્યો હતો. પરંતુ મોડીરાત સુધી તરૂણ પરત ન ફરતા ચિંતીત માતા-પિતા તથા પરિવારજનોએ પુત્રની શોધખોળ માટે તેના મિત્ર-વર્તુળોમાં પૂછપરછ કરી હતી. પરંતુ, કોઇ ભાળ ન મળતા આખરે જીજ્ઞેશભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પી એસ આઈ આર.કે. વાઢેર તથા સ્ટાફે તરૂણનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કર્યાનો ગુનો નોંધી શોધખોળ માટે તપાસ આરંભી હતી.
જામનગર શહેરમાંથી તરૂણ વિદ્યાર્થી લાપતા
દાખલો શિખવાનું કહીને ગુરૂવારે બહાર નિકળ્યો : પોલીસ દ્વારા લાપતા તરૂણની શોધખોળ :શનિવારે બપોર સુધી કોઇ ભાળ ન મળતા માતા-પિતા અને પરિવારજનો સતત ચિંતીત