Friday, December 5, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયવોટ્સએપનું આ ફીચર ટ્રાય કર્યું ?, દરેક કોન્ટેકટના અલગ અલગ વોલપેપર

વોટ્સએપનું આ ફીચર ટ્રાય કર્યું ?, દરેક કોન્ટેકટના અલગ અલગ વોલપેપર

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. જેમાં યુઝર્સ દરેક કોન્ટેક્ટના ચેટમાં અલગ અલગ વોલ પેપર રાખી શકશે. અને આ વોલપેપર વોટ્સએપ દ્રારા પણ આપવામાં આવ્યા છે. અને યુઝર્સ પોતાની ગેલેરીમાં જઈને પણ દરેક કોન્ટેકટના અલગ અલગ ફોટો રાખી શકશે. આ બંને Android અને iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

- Advertisement -

આ રીતે રાખી શકાશે દરેક કોન્ટેકટનું અલગ અલગ વોલપેપર

1.સૌ પ્રથમ તમારા વોટ્સએપના કોઈ એક કોન્ટેક્ટને ખોલો.

- Advertisement -

2. ત્યારબાદ વોલપેપરમાં જઈને તમે માત્ર તે જ કોન્ટેકટ માટે અલગ વોલપેપર રાખી શકશો.

3.વોટ્સએપ દ્રારા બ્રાઈટ,ડાર્ક,સોલીડ અને ગેલેરી એમ ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે. તેમાંથી તમે જે પણ વોલપેપર સિલેક્ટ કરશો તે માત્ર તે જ કોન્ટેકટ માટે દેખાશે. અન્ય કોન્ટેકટમાં તે વોલપેપર નહી દેખાય. અને અન્ય ચેટમાં તમે બીજું વોલપેપર રાખી શકશો.

- Advertisement -

4.તમે જે વોલ્પેપર સિલેક્ટ કરશો તે માત્ર તમને જ દેખાશે. સામેવાળી વ્યક્તિના ચેટમાં દેખાશે નહી.

5. જો તમે તે વોલપેપર ડીલીટ કરવા માંગતા હોય તો ડીલીટ પણ કરી શકાશે.

વોટ્સએપ દ્રારા હાલમાં જ આ ફીચર એડ કરવામાં આવ્યું છે. જે Android અને iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular