Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપીએમ મોદીએ સાબરમતી આશ્રમ ખાતે વિઝીટર બુકમાં લખેલા આ સંદેશ પર સૌ...

પીએમ મોદીએ સાબરમતી આશ્રમ ખાતે વિઝીટર બુકમાં લખેલા આ સંદેશ પર સૌ કોઈની નજર

- Advertisement -

દાંડી યાત્રાને ૯૧ વર્ષ પૂર્ણ થયા છે અને ભારતની આઝાદીના 75માં વર્ષે અમદાવાદમાં આઝાદી કા  અમૃત મહોત્સવની શરૂઆત થઇ ચુકી છે. સવારે 10.30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેઓ ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસમાં આવ્યા છે. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. અને ત્યારબાદ વિઝીટર બુકમાં સંદેશ લખ્યો હતો.

- Advertisement -

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી. તે સમયે તેઓની સાથે  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રુપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

બાદમાં પીએમ મોદીએ સાબરમતી આશ્રમની વિઝીટર બુકમાં લખ્યું હતું કે આ પુણ્યસ્થળે આવીને ધન્યતા અનુભવુ છું. અહીં આવીને ત્યાગ અને તપની ભાવના વધે છે. બાપુના આશીર્વાદથી અમૃત મહોત્સવનો  ઉદ્દેશ પૂર્ણ થશે. અહીં જ ગાંધીજીએ આત્મનિર્ભરતાનો સંદેશ પાઠવ્યો હતો.

- Advertisement -

દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું છે. આ સિવાય બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પણ આવ્યા છે. જાણીતા બોલિવૂડ સિંગર ઝુબિન નોટિયાલે દાંડી યાત્રા માટેનું ગીત ગાયું હતું.

દાંડીયાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડીપુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. ઉપરાંત ગાંધીઆશ્રમથી PM દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશે. ઐતિહાસિક દાંડીયાત્રાના 91મા વર્ષની ઉજવણી કરવામાં આવશે. અને ગાંધીઆશ્રમથી 81 પદયાત્રીઓ દાંડીકૂચ કરશે. PM મોદી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. આ ઉપરાંત 75 અઠવાડિયા સુધી આઝાદીનો અમૃત મહોત્સવ ચાલશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular