પોલીસની દાદાગીરીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં 5 પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં દાદાગીરી બતાવી ટીકીટ વગર કેવડીયા જંગલ સફારી પાર્કમાં ઘુસી સિક્યોરીટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
કેવડિયા ખાતે આવેલા જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જંગલ સફારી પાર્કમાં 5 પોલીસ કર્મચારીઓ ઘુસતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી. જે મુદ્દે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં પોલીસ કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરતા સિક્યુરિટી જવાનોને માર માર્યો હતો. અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. જંગલ સફારી પાર્કની બહાર માર મારવાની ઘટનામાં તંત્ર દ્વારા કોઇ પગલા નહી લેવાતા સિક્યુરિટી જવાનો હડતાળ પર ઉતરી ગયા હતા.બાદમાં નર્મદા SP દ્રારા પાંચેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને સિક્યોરીટી દ્રારા હડતાળ સમેટી લેવામાં આવી છે.
સસ્પેન્ડ કરાયેલા 5 ટ્રાફિક પોલીસકર્મીઓ જેમાં શૈલેષ મનસુખ (હેડ કોન્સ્ટેબલ), રાજેન્દ્ર ખાનસિંગ (કોન્સ્ટેબલ), મનોજ ધનજીભાઈ (કોન્સ્ટેબલ), કૃષ્ણલાલ મહેશભાઈ (કોન્સ્ટેબલ), અનિલ મહેશભાઈ (કોન્સ્ટેબલ) છે.