Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકેનેડાના રસ્તાઓ પર લાગ્યા પીએમ મોદીના પોસ્ટર , લખ્યું છે કે ...

કેનેડાના રસ્તાઓ પર લાગ્યા પીએમ મોદીના પોસ્ટર , લખ્યું છે કે …

- Advertisement -

કેનેડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘણા વખાણ થઇ રહ્યા છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માટે કેનેડામાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ભારતે કેનેડાને કોરોનાની વેક્સીન ઉપલબ્ધ કરાવી હતી તેના માટે કેનેડામાં પીએમ મોદીના પોસ્ટરવાળી જાહેરાત લગાવવામાં આવી છે.અને પ્રધાનમંત્રીનો અભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -

દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે ભારત સહીત દુનિયાભરના અમુક દેશોએ કોરોનાની વેક્સીન બનાવી લીધી છે. ભારતમાં કોરોનાનું રસીકરણ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ભારતે દુનિયાના ઘણા દેશોને વેક્સીનની સહાય કરી છે. ભારતે તાજેતરમાં જ કેનેડાને કોરોના વેક્સીનનો જથ્થો પૂરો પાડ્યો છે. ત્યારબાદ ત્યાંના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. ઉપરાંત કેનેડાના ગ્રેટર ટોરેન્ટોમાં કોરોના વેક્સીનને લઇને લોકોએ રસ્તાઓ પર મોદીને ધન્યવાદ કહેતા હોવાના પોસ્ટર લગાવ્યા છે.

કેનેડામાં જે પોસ્ટરો લગાવ્યા છે તેમાં લખ્યું છે કે, “ ધન્યવાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તમે કેનેડાના લોકો સુધી વેક્સીન પહોચાડી. લોંગ લાઈવ… કેનેડા ઇન્ડિયા ફેન્ડશીપ.” તાજેતરમાં જ ભારતની સીરમ ઇન્સ્ટીટયુટ નિર્મિત કોવિડશિલ્ડ રસીના 5લાખ ડોઝનો પહેલો જથ્થો કેનેડા પહોચ્યો હતો.

- Advertisement -

આ અગાઉ પણ ભારત કેનેડા સિવાય બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, બ્રાઝીલ, દક્ષીણ આફ્રિકામાં  વેક્સીન પહોચાડી ચુક્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular