છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ એવા જામનગર શહેરમાં આજે ભકિતભાવપૂર્વક મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં ગુલાબનગર નજીક મોહનનગર સોસાયટીમાં શકિત મિત્ર મંડળ દ્વારા 1,01,000 પારાના રૂદ્રાક્ષના શિવલિંગનું દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંજે 6 વાગ્યે મહિલાઓ માટે રાસગરબા તથા રાત્રે દિપમાલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શકિત મિત્ર મંડળ દ્વારા કાશ્મિરથી આ તમામ પારા એકત્ર કરવામાં આવ્યા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.