Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર તાલુકાના લાવડિયામાં શ્રમિક યુવકનું વીજશોક લાગતા મોત

જામનગર તાલુકાના લાવડિયામાં શ્રમિક યુવકનું વીજશોક લાગતા મોત

કટર ઉપર ચઢી ખેતીકામ કરતા સમયે વીજવાયરને અડી જતા બેશુદ્ધ : હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

- Advertisement -

જામનગર તાલુકાના લાવડિયા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં કટર ઉપર ચડેલા યુવકનો હાથ વીજલાઇનમાં અડી જતા વીજશોકથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના લાવડિયા ગામની સીમમાં આવેલા સવજીભાઈના ખેતરમાં મજૂરીકામ કરતો રાહુલ ઉર્ફે નાનક સોહનલાલ (ઉ.વ.19) નામનો યુવક બુધવારે સાંજના સમયે કટરથી ઘઉં કાઢવાનું કામ કરતો હતો તે દરમિયાન કટર પર ચઢયો ત્યારે ઉપરથી પસાર થતી 11 કે.વી. વીજલાઈનના વાયરમાં હાથ અડી જતા વીજશોક લાગવાથી બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ચંદ્રભાન દ્વારા જાણ કરાતા એએસઆઇ કે.પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular