Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં 41000 ગુણી ધાણાની આવક

હાપા યાર્ડમાં 41000 ગુણી ધાણાની આવક

- Advertisement -

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આ વર્ષે ધાણાની મબલખ આવક થઇ રહી છે. જેને ધ્યાને લઇ યાર્ડ દ્વારા ગઇકાલે ધાણાની આવક ખોલવામાં આવી હતી. નિશ્ર્ચિત સમય માટે જ યાર્ડ દ્વારા ધાણાની આવક ખોલવામાં આવી હતી જેમાં ગઇકાલે બપોરે 2 વાગ્યાથી આજે સવારે 3 વાગ્યા સુધીમાં 41000 ગુણી ધાણાની આવક થઇ હતી અને હજુ રાત્રિના આવેલ વાહનોની ઉતરાઇ ચાલુ હોવાનું સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.

- Advertisement -

હાપા માર્કેટ યાર્ડમાં ગઇકાલ બપોરે 2 વાગ્યાથી ધાણાની આવક ખોલવામાં આવી હતી. જેમાં કુલ 460 વાહનોમાંથી 41000 ગુણી ધાણાની આવક થવા પામી હતી. ખેડૂતોને ભાવ પણ સારા મળતા હોય આવક વધી રહી છે અને સવારે 3 વાગ્યાથી ફરી પાછી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular