Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગતિશીલ ગુજરાતમાં ખાલી જગ્યાઓને પરિણામે વહીવટી કામગીરીને લકવો

ગતિશીલ ગુજરાતમાં ખાલી જગ્યાઓને પરિણામે વહીવટી કામગીરીને લકવો

ગાંધીનગરથી 43 અધિકારીઓને દિલ્હી લઇ જવાયા

- Advertisement -

ગુજરાતમાં 313 ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઇએએસ) અધિકારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે અને તેની સામે 71 જગ્યાઓ ખાલી છે જ્યારે 208 ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) અધિકારીઓના મંજૂર કરાયેલા મહેકમ સામે 50 જગ્યા ખાલી છે. આમ, ગુજરાતમાં આઇએએસ અને આઇપીએસની 30 % કરતાં પણ વધારે જગ્યા ખાલી છે. આ ઉપરાંત સેક્શન અધિકારી વર્ગ-2 માટે સચિવાલય કક્ષાએ મંજૂર કરાયેલી 535 જગ્યા પૈકી 107 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્રમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર રાજ્યમાં આઇએએસ અને આઇપીએસની 30% કરતાં વધુ જગ્યા ખાલી છે. ગુજરાતમાં 313 આઇએએસ અધિકારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે અને તે પૈકી 71 જગ્યા ખાલી છે. આ ઉપરાંત જે જગ્યા ભરાઇ છે તે પૈકી 23 અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે. મતલબ કે, રાજ્યમાં 94 એટલે કે 30% કરતાં વધારે સનદી વહિવટી અધિકારીઓની ઘટ છે. બીજી તરફ રાજ્યમાં કુલ 208 આઇપીએસ અધિકારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આ પૈકી 50 જગ્યાઓ ખાલી છે અને જે જગ્યાઓ ભરાઇ છે તેમાંથી 20 અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે. આ સ્થિતિએ રાજ્યમાં 70 આઇપીએસ અધિકારીઓની ઘટ છે. 30% કરતાં વધુ સનદી પોલીસ અધિકારીઓની ઘટને કારણે રાજ્યમાં બુટલેગરો-ગુંડાઓ-માફીયાઓ બેફામ બન્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે.

સેક્શન અધિકારી વર્ગ-2માં સચિવાલય કક્ષાએ 535 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જેની સામે 107 એટલે 25% જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પૈકી 25 જગ્યાઓ બઢતીથી ભરવાની હોવા છતાં બઢતી આપીને ભરવામાં આવતી નથી. આ પ્રકારની જગ્યાઓ ખાલી હોવાને કારણે સામાન્ય નાગરિકોના પ્રશ્નોની ફાઇલો સચિવાલયમાં વર્ષો સુધી ધૂળ ખાય છે. સમગ્ર દેશમાં કુલ 6,699 આઇએસ અધિકારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવેલું છે. જેમાં સૌથી વધુ 621 આઇએએસ અધિકારીઓનું મહેકમ ઉત્તર પ્રદેશ માટે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular