દર વર્ષે હોળી, ધુળેટી અને ફૂલડોલ ઉત્સવ નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓ અને પગપાળા આવતા યાત્રાળુઓની સંખ્યા અંદાજે અઢી લાખથી ઉપર થવાની શક્યતા હોય છે. પરંતુ હાલમાં ચાલતા કોરોનાવાયરસ ને કારણે ગુજરાતના મોટાભાગના મુખ્ય મંદિરો જેવા કે ડાકોર, સોમનાથ, જુનાગઢ જેવા ધાર્મિક સ્થળો ઉપર યાત્રિકો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
દ્વારકાધીશ જગતમંદિર વહીવટદાર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ,કે આગામી હોળી ધુળેટી ઉત્સવ નિમિત્તે 27, 28, 29 માર્ચના રોજ ત્રણ દિવસ જગત મંદિર દ્વારકાધીશને યાત્રિકો માટે પ્રવેશબંધી કરવામાં આવશે.