Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાત2022ના અંતે રાજયના દરેક ઘરને નળથી પાણી ...!

2022ના અંતે રાજયના દરેક ઘરને નળથી પાણી …!

- Advertisement -

ગુજરાતના ઘરે ઘરે નળથી પાણી આપવાની યોજના હેઠળ 2022ના અંત સુધીમાં ગુજરાતના એકેએક ઘરમાં નળથી પાણી પહોંચાડી દેવામાં આવશે. ડુંગરાળ વિસ્તારના આદિવાસીઓના ઘરે પણ પાણી પહોંચી જાય તે માટે સરકારે લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો આશરો લઈ રહી છે.

- Advertisement -

આ સાથે જ પાણી જન્ય રોગોથી ગુજરાતની જનતાને બચાવવા માટે દરેક ઘરે ફિલ્ટર્ડ પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી પ્રવચન આપતા 2024 સુધીમાં સમગ્ર દેશના દરેક ઘર સુધી નળથી પાણી પહોંચાડવાની યોજનાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે પાણી જન્ય રોગથી જનતાને મુક્તિ અપાવવાનો નિર્ધાર પણ કર્યો છે.

- Advertisement -

ગુજરાતમાં આ કામગીરી 2022ના અંત સુધીમાં પૂરી કરી દેવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ યોજના હેટળ ઝુપડપટ્ટીઓને પણ આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર પંથકમાં ક્ષારયુક્ત પાણીને કારમે પથરી, ઉત્તર ગુજરાતમાં ફ્લોરાઈડયુક્ત પાણીને કારણે દાંત પીળા પડવા અને સાંધાની સમસ્યા થવાના રોગોનો લોકો શિકાર બની રહ્યા છે.

તેથી રાજ્યની 100 ટકા પ્રજાને ફિલ્ટર્ડ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજ સુધીમાં અંદાજે 82 ટકા કામગીરી પૂરી થઈ ચૂકી છે. બાકીના 18 ટકા વિસ્તારો ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે. તેને માટે લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો અમલમાં મૂકીને પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 17 મહિનામાં આ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. 

- Advertisement -

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સ્વજલધારા અને સેક્ટર રિફોર્મ યોજનાના માધ્યમથી રાજ્યનું એક પણ ગામ પીવાના શુદ્ધ પાણીથી વંચિત ન રહે તે માટે સરકારે પહેલ કરી છે. ખેેડબ્રહ્માના 18, વિજયનગરના 5, હિમ્મતનગરના 7, અને ઇડરના 3 ગામોમાં સો ટકા ઘર સુધી નળથી પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાના 38 ગામમાં, મેઘરજના 29 ગામમાં નળથી પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular