Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સદેવદત્ત : એક જ ટૂર્નામેન્ટમાં 500 રન બનાવ્યા

દેવદત્ત : એક જ ટૂર્નામેન્ટમાં 500 રન બનાવ્યા

- Advertisement -

આઇપીએલમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર દેવદત્ત પડિક્કલ વિજય હઝારે ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. 20 વર્ષના પડિક્કલે કર્ણાટક તરફથી રમતાં સતત ત્રણ સદી ફટકારી છે. રવિવારની મેચમાં રેલવે સામે તેણે 125 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 145 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે સતત ત્રણ મેચમાં ત્રણ સદી ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં તે 500 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.

- Advertisement -

રવિવારની મેચમાં રેલવેએ 9 વિકેટના નુકસાને 284 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કર્ણાટકે વિનાવિકેટે 41 ઓવરમાં આ વિજય લક્ષ્યાંકને મેળવી લીધો હતો. એમાં પડિક્કલે 145 રન અને રવિ કુમાર સમર્થે 130 રન બનાવ્યા હતા.

રેલવની મેચ પહેલાં દેવદત્ત પડિક્કલે કેરળ સામે અણનમ 126 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચને પણ કર્ણાટકે 9 વિકેટે જીતી લીધી હતી. ઓડિશા સામે તેણે 140 બોલમાં 152 રન બનાવ્યા હતા. જેમા તેણે 14 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કર્ણાટકે પાંચ વિકેટના નુકસાને 329 રન બનાવ્યા હતા. જવાબમાં ઓડિશાની ટીમ 228 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી કર્ણાટકનો આ મેચમાં 101 રને વિજય થયો હતો. પાંચ મેચમાં તેણે 50થી વધારે રન બનાવ્યા છે. આ સાથે તે આ ટૂર્નામેન્ટમાં 500 રન કરનાર બેટ્સમેન બની ગયો છે.

- Advertisement -

આઇપીએલની ગત સીઝનમાં રોયલ ચેલેન્જર બેંગલોર તરફથી રમતા દેવદત્ત પડિક્કલે 15 મેચમાં 473 રન બનાવ્યા હતા, જેમાં તેણે 51 ચોગ્ગા અને 8 છગ્ગા માર્યા હતા. સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં તે 8માં નંબરે રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular