Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતCCTV : સાળાએ પોતાના બનેવીને ટેમ્પોમાં બાંધી ક્યાય સુધી ધસેડ્યો

CCTV : સાળાએ પોતાના બનેવીને ટેમ્પોમાં બાંધી ક્યાય સુધી ધસેડ્યો

દારૂના નશામાં હેરાન કરતા પતિને પત્નીએ ભાઈ સાથે મળી પાઠ ભણાવ્યો

- Advertisement -

સુરતના પલસાણમાં રહેતા એક દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોવાથી પત્નીએ દારુ પીવાની કુટેવ ધરાવનાર તેના પતિને પોતાના ભાઈના ટેમ્પોમાં બાંધીને ધસેડ્યો હતો. જે CCTV સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. પતીને દારુ પીવાની ટેવ હોય અને અવાર નવાર ઝઘડા કરતો હોવાથી પત્નીએ તેને સબક શીખાડવા માટે આ પગલું ભર્યું હતું.

- Advertisement -

સુરતમાં પલસાણમાં આવેલ કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ કે જેઓ સુરતની એક મિલમાં કામ કરે છે.પરંતુ તેને દારુ પીવાની કૂટેવ હોવાથી અવારનવાર દારુ પી ને તેની પત્ની શીતલ સાથે ઝઘડા કરતો હતો. ત્યારે ગઈકાલના રોજ પણ તેને દારુપી ને પત્ની સાથે ઝઘડો કરતા શીતલે દુર્ગાનગરમાં રહેતા તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો. જેથી અનિલ અને શીતલે બાલકૃષ્ણને માર માર્યો હતો.

- Advertisement -

અનીલ પાસે ટેમ્પો હોવાથી તેણે બાલકૃષ્ણને ટેમ્પો પાછળ દોરડાથી બાંધી 2 હજાર ફૂટ સુધી રોડ ઉપર ઢસેડ્યો હતો. જે જોઈને સ્થાનિકોના ટોળા રોડ પર એકઠા થઇ ગયા હતા. અને સ્થાનિક લોકોએ શીતલ અને અનિલને અટકાવી બાલકૃષ્ણને છોડાવ્યો હતો.આ સમગ્ર ઘટના સીટીટીવીમાં કેદ થઇ હતી. બાદમાં તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં શીતલ અને તેના ભાઈ અનિલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular