Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતીય એથલિટહિમાદાસની આસામના ડીએસપી તરીકે નિમણુંક

ભારતીય એથલિટહિમાદાસની આસામના ડીએસપી તરીકે નિમણુંક

બાળપણનું સપનું સાચું થયું : હિમાદાસ

- Advertisement -

ભારતીય દોડવીર હિમાદાસની શુક્રવારના રોજ આસામના ડીએસપી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેણીએ આ દરમિયાન કહ્યું હતું કે બાળપણનું આ સપનું હવે સાચું થયું છે. ગુવાહાટીમાં આયોજિત એક સમારંભમાં, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે તેમને નિમણૂક પત્ર આપ્યો હતો. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ ડિરેક્ટર જનરલ સહિત પોલીસ વિભાગના અધિકારીઓએ તેમાં હાજરી આપી હતી.

- Advertisement -

સમારંભમાં હિમાદાસે જણાવ્યું હતું કે, બાળપણથી જ તેણીએ પોલીસ અધિકારી બનવાનું સપનું જોયું હતું અને આજે તે સપનું સાચું થયું છે. આ ક્ષણ તેના માટે ખાસ ક્ષણ છે. વધુમાં હિમાએ જણાવ્યું હતું કે તે સ્કુલમાં અભ્યાસ કરતી ત્યારથી આ સપનું જોયું હતું અને તેના માતાની પણ ઈચ્છા હતી કે તે પોલીસ અધિકારી બને. દાસે કહ્યું, “તે દુર્ગાપૂજા દરમિયાન એક રમકડાની બંદૂક ખરીદતી, મારી માતા મને કહેતા કે આસામ પોલીસમાં કામ કરો, લોકોની સેવા કરો અને એક સારા વ્યક્તિ બનો.” હિમાએ કહ્યું હતું કે તે રાજ્યની સુધારણા માટે કામ કરવાનું ચાલુ રાખશે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે તેણે તેની રમતગમત કારકીર્દિ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.“મને રમત-ગમતના કારણે બધું મળ્યું છે, હું રાજ્યમાં રમતગમતની સુધારણા માટે કામ કરવાનો પ્રયત્ન કરીશ અને આસામને હરિયાણા જેવા દેશના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ.તેવું પણ હિમાદાસે જણાવ્યું હતું.

આઈએએએફ વર્લ્ડ યુ 20 ચેમ્પિયનશીપમાં વૈશ્વિક ટ્રેક ઇવેન્ટના કોઈપણ ફોર્મેટમાં 51.46 સેકન્ડની સ્પીડે તેણીએ જીત મેળવી હતી અને ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા અને પ્રથમ ભારતીય ખેલાડી પણ બની હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular