જામનગર સહીત ગુજરાતભરમાં ધીમે ધીમે કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે. જામનગર શહેરમાં તા 26 ફેબ્રુઆરીના રોજ કોરોનાના 4 કેસ સામે આવ્યા હતા. જીજી હોસ્પિટલના કોવીડ સેન્ટરમાંથી આજે 5 વ્યક્તિઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ 21 દર્દીઓ સારવાર હેઠળ છે. અને 4 શંકાસ્પદને પણ રાખવમાં આવ્યા છે.
જામનગરની જી.જી.હોસ્પિટલના કોવીડ સેન્ટરમાં હાલ 25 દર્દીઓને રાખવામાં આવ્યા છે. જે પૈકી 21 કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અને 4 શંકાસ્પદ દર્દીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કોવીડ સેન્ટરમાં દર્દીઓની સારવાર અર્થે મેડીસીન, એનેસ્થેસીયા વિભાગ અને નર્સિંગ સ્ટાફ સહીત કુલ 36નો સ્ટાફ 8-8 કલાકની ડ્યુટીમાં કોરોનાના દર્દીઓની સારવાર હેઠળ છે. હાલ કુલ 3 વોર્ડમાં દર્દીઓ રાખવામાં આવ્યા છે.જે પૈકી દરેક વોર્ડમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ મળી 12નો સ્ટાફ કાર્યરત છે.
ભારત સહીત દુનિયાભરમાં કોરોનાના કેસો તેજ ગતિએ વધી રહ્યા હતા. ત્યારે દરેક સરકારી હોસ્પિટલો સહીત મોટા શહેરોમાં નવા વધી રહેલા કોરોના કેસોને કારણે કોવીડ સેન્ટરો ઉભા કરવાની ફરજ પડી હતી. જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સૌપ્રથમ 720 બેડ ની સુવિધા સાથે નું કોવિડ સેન્ટર ઉભુ કરાયા પછી બાજુમાં જ આવેલા બીજા બિલ્ડિંગમાં 127 બેડ ની સુવિધા ઉભી કરાઈ હતી. ત્યાર પછી જી.જી.હોસ્પિટલના જુના બિલ્ડિંગના સર્જીકલ વિભાગમાં 232 બેડની સુવિધા સાથેની નવી કોવિડ- સી હોસ્પિટલ તૈયાર થઈ છે. પરંતુ હવે કોરોના વાયરસના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. અને ગંભીર બીમારી વાળા કોરોના પોઝીટીવ દર્દીઓને જ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવે છે. અન્ય પોઝીટીવ દર્દીઓને ઘરે કવોરન્ટાઈન કરવામાં આવે છે.