જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતા મહિલા ઉપર પતિ સહિતના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે અને લાતો મારી અપશબ્દો બોલી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ધરારનગર-1 વિસ્તારમાં રહેતા રામમંદિર ચોકમાં રહેતા સિરીયનબેન હુશેન કકકલ નામના મહિલા ઉપર ગુરૂવારે બપોરના સમયે તેણીના પતિ હુશેન મામદ કકકલ તથા જાફર અને અબ્દુલ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી અશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ લાતો મારી ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં આ બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ એસ.વી.સામાણી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.