શિયાળો વિદાય લઇ રહ્યો છે. અને ટૂંક સમયમાં ઉનાળાની સીઝનની શરૂઆત થશે. તમે દર વર્ષે લાલ રંગના તરબૂચ તો ખાતા જ હશો. પરંતુ આ વર્ષે પીળા રંગના તરબૂચનો સ્વાદ પણ ચાખવા મળી શકે છે. કર્ણાટકના એક યુવક ખેડૂતએ કરેલ પ્રયાસ સફળ નીવડ્યો છે. તેણે લાલ રંગની જ્ગ્યાએ પીળા રંગના તરબૂચની ખેતી કરી છે. જે તરબૂચ બહારથી તો લીલા રંગનું જ છે. અને બી પણ કાળા છે. પરંતુ લાલની જગ્યાએ પીળા રંગના છે. તેણે ટ્વીટર પર અપલોડ કરેલ પીળા તરબૂચનો આ ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. અને તેના પણ ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
સ્નાતક અને નવી જનરેશનના ખેડૂત બાસવરાજ પાટિલ આ અનોખા સર્જન સાથે ખેતીમાં નવીનતા લાવવા તૈયાર છે. કર્ણાટકના કલાબુરાગીમાં કોરાલ્લી ગામના આ યુવાન ખેડૂતે પીળા તરબૂચની વાવણી કરી છે. અને જણાવ્યું છે કે પીળા તરબૂચએ લાલ તરબૂચ કરતા પ્રમાણમાં ઘણા મીઠા છે. પાટીલે જણાવ્યા અનુસાર તેણે આ પીળા તરબૂચની ખેતીમાંથી 2 લાખ રુપિયા કમાણીનો ધ્યેય નક્કી કર્યો હતો. અને 3 લાખથી પણ વધુ આવક મેળવી છે.હાલ તે બજારોમાં પોતાનો પાક વહેચે છે અને બીગ બાઝાર સાથે પણ જોડાયેલ છે.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) ના વૈજ્ઞાનિકોએ વિવિધ તરબૂચ વિકસાવવામાં સફળતા મેળવી છે જે ફક્ત અન્ય તરબૂચ કરતાં મીઠી નથી, પરંતુ તે બીટા કેરોટીનથી પણ સજ્જ છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. જો કે, તેનો પલ્પ લાલ નહીં પણ પીળો હોય છે. અને આ પ્રકારના તરબૂચની વાવણી કર્ણાટકના એક ખેડૂતે કરી છે.