Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયફાર્મા અને આઇટી સેકટર માટે પ્રોત્સાહક યોજનાને મંજૂરી

ફાર્મા અને આઇટી સેકટર માટે પ્રોત્સાહક યોજનાને મંજૂરી

- Advertisement -

કેન્દ્રિય કેબિનેટે આઈટી હાર્ડવેર પ્રોડકટસ જેવી કે લેપટોપ, ટેબ્લેટ્સ, ઓલ ઈન વન પર્સનલ કોમ્પ્યુટર અને સર્વરસ તથા ફાર્મા ક્ષેત્ર માટે પ્રોડકશન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કિમને મંજૂરી આપી છે. આત્મનિર્ભર ભારત મિશનને બળ આપવા તથા વિશ્વ બજારમાં ભારતને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં આ સ્કિમ મદદરૂપ બનશે. તેથી દેશની ઈલેકટ્રોનિક ઈકોસિસ્ટમ તથા ફાર્મા ક્ષેત્રનો વિકાસ થશે.

- Advertisement -

મોબાઈલ ફોન હેન્ડસેટ અને તેના પાર્ટસના ઉત્પાદનમાં રોકાણ આકર્ષવા પીએલઆઈ સ્કિમ સફળ રહ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે આઈટી હાર્ડવેર પ્રોડક્ટસ તથા ફાર્માસ્યૂટીકલ્સ માટે આ સ્કિમ લાવી છે. પ્રસ્તાવિત સ્કિમમાં આઈટી હાર્ડવેર સેગ્મેન્ટમાં લેપ્ટોપ, ટેબલેટ, પીસીસ અને સરર્વસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાર્મા ક્ષેત્રને દેશમાં વાજબી ભાવે વિવિધ દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સાથે રોજગારી સર્જનમાં આ સ્કિમ ઉપયોગી બનશે.

મોબાઈલ ફોન અને અમુક ઈલેકટ્રોનિક પાર્ટસ માટે પીઆઈએલ સ્કિમ અંતર્ગત 16 કંપનીઓને મંજૂરી બાદ હવે કેન્દ્ર સરકારે આઈટી હાર્ડવેર પ્રોડકટસ માટે યોજનાને મંજૂરી આપી છે. 4 વર્ષ માટે આ સ્કિમનો કુલ ખર્ચ આશરે રૂ.7350 કરોડ થશે. ફાર્મા ક્ષેત્ર માટે આ સ્કિમ વર્ષ 2028-29 સુધી અમલી રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular