ઓખા મંડળના મીઠાપુર ખાતે હાલ રહેતી અને અબ્દ્રેમાન પઢીયારની ત્રીસ વર્ષીય પુત્રી આશિયાનાબેન હયાઝ થૈયમને તેણીના લગ્ન જીવન દરમિયાન જામનગરમાં હાપા રોડ ખાતે અમન સોસાયટીમાં રહેતા પતિ હયાઝ હસનભાઈ થૈયમ તથા સાસુ મેરુનબેન હસનભાઈ થૈયમ દ્વારા અવારનવાર દુખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢવામાં આવતી હતી. એટલું જ નહીં, ફરિયાદી આશિયાનાબેનને પુત્રીનો જન્મ થતા સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે અહીં મહિલા પોલીસે આઈપીસી કલમ 498(એ), 323, 504 તથા 114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.