ભાણવડ તાલુકાના આંબરડી ગામની સીમમાંથી આજ સાંજના સમયે કુવામાં મૃતદેહ હોવાની જાણના આધારે સ્થાનિક લોકોએ પોલીસમાં જાણ કરી હતી જેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોચી જઈ મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. તેમજ મૃતકની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા મૃતદેહ આંબરડીમાં રહેતા ભીખાભાઈ સાદીયા નામના યુવાનનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જોકે આ યુવાન તેના ઘરેથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ સાંપડતા પોલીસે હત્યાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉપરાંત આત્મહત્યા છે કે અકસ્માત તે અંગેની પણ તપાસ આરંભી હતી. યુવાનનો મૃતદેહ સાંપડતા તેના પરિવારજનોમાં શોક નું મોજું ફરી વળ્યું હતું.