Thursday, December 26, 2024
Homeરાજ્યશાળાએ જવું ન ગમતું હોવાથી ધો.10ની વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કર્યું

શાળાએ જવું ન ગમતું હોવાથી ધો.10ની વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કર્યું

- Advertisement -

ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો જુનાગઢમાંથી સામે આવ્યો છે. જુનાગઢના વંથલીના ખોખરડા ગામે રહેતી ધો.10ની એક વિદ્યાર્થીનીને શાળાએ જવું ન ગમતું હોવાથી અને અભ્યાસને લઇને માનસિક ટેન્શન રહેતું હોવાથી તેણીએ શરીરે કેરોસીન છાંટીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -

જુનાગઢ જીલ્લાના વંથલીના ખોખરડા ગામે રહેતી ધો.10ની વિદ્યાર્થીની આરતી અરવિંદભાઈ મૂછડીયા (ઉંમર-17) એ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. તેણીને શાળાએ જવું ગમતું ન હોય અને ભણવાની ઈચ્છા ન હોવાથી ગઈકાલના રોજ પોતાના શરીરે કેસોરીન છાંટીને સળગી જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારજનો તેમજ સમગ્ર પંથકમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે વંથલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular