ભારતમાં ધીમે ધીમે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. પરંતુ મહારષ્ટ્રમાં ફરી એક વખત કોરોનાની લહેર શરુ થઇ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને જોતા મુખ્યમંત્રી ઉદ્રવ ઠાકરેએ અહીં સેમી લોકડાઉન લાગુ કર્યું છે. જેમાં અમુક પ્રકારની પ્રવૃતિઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. અને ‘I am Responsible’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં ગઈકાલના રોજ કોરોનાના 1000 જેટલા કેસ સામે આવ્યા હતા. સીએમ ઉદ્રવ ઠાકરેએ કહ્યું કે આ ચિંતાજનક છે અને કોરોનાને રોકવા માટે સોમવારથી ધાર્મિક પ્રસંગો, રાજકીય રેલીઓ, સામાજિક સભાઓ વગેરે પર રોક લગાવી દેવામાં આવી છે. સીએમએ વધુમાં જણાવ્યું કે જો લોકો માસ્ક નહિ પહેરે તો લોકડાઉન લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રી નીતિન રાઉતે કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના દીકરાની રીસેપ્શન પાર્ટી પણ કેન્સલ કરી દીધી છે. પૂણે અને નાસિક જિલ્લામાં તમામ સ્કૂલ, કોલેજ અને કોચિંગ ક્લાસીસ 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.ઉદ્રવે જણાવ્યું કે વધી રહેલા કોરોનાના કેસોની સામે ચિંતાજનક સ્થિતિએ છે કે સામાન્ય લોકોને ક્યારે કોરોના વેક્સીન આપવામાં આવશે. બાલાસાહેબ કહેતા હતા કે ઉપરવાળાની મરજી. તેમના આ વાક્યનો મતલબ હતો કેન્દ્ર સરકાર પર નિશાન સાધવું. સીએમએ કહ્યું કે વેક્સીન આપવીએ કેન્દ્ર સરકારના હાથમાં છે. તે નક્કી કરશે કે વેક્સીન કોને આપવી.
‘I am Responsible’ અભિયાનની આજથી શરૂઆત
સીએમ ઉદ્રવ ઠાકરેએ કહ્યું કે સરકારની તમામ બેઠકો ઓનલાઈન રહેશે. કોરોનાના પ્રસારને રોકવા માટે આવનાર 8 દિવસ ઘણા મહત્વના છે. 8 થી 15 દિવસમાં ખબર પડી જશે કે આ બીજી લહેર છે કે નહી. અને તેની જવાબદારી સૌ એ લેવી પડશે. જેને ધ્યાનમાં લઈને તેઓએ આજથી ‘I am Responsible’ અભિયાનની શરૂઆત કરી છે.