Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયશબનમની ફાંસીને લઈને માસુમ પુત્રએ રાષ્ટ્રપતિને લખ્યો ભાવુક પત્ર, જાણો શુ કહ્યું

શબનમની ફાંસીને લઈને માસુમ પુત્રએ રાષ્ટ્રપતિને લખ્યો ભાવુક પત્ર, જાણો શુ કહ્યું

- Advertisement -

આઝાદ ભારતમાં પ્રથમ વખત કોઈ મહિલાને ફાંસી આપવામાં આવી રહી છે. આ આરોપી મહિલાએ પોતાના ઘરના 7 સભ્યોની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. તે ગુન્હામાં તેણીને ફાંસી આપવામાં આવશે. ત્યારે મહિલાના માસુમ બાળકે રાષ્ટ્રપતિને પત્ર લખી જણાવ્યું છે કે મારી માં ને ફાંસી ન આપો.

- Advertisement -

શબનમના દીકરાએ રાષ્ટ્રપતિને પત્ર મોકલ્યો છે તેમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ અંકલ મારી માં ની ફાંસીની સજા માફ કરો. હું તેને બહુ જ પ્રેમ કરું છું. તમને વિનંતી કરું છું કે ફાંસી ન આપો. જયારે બાળકને પૂછવામાં આવ્યું કે શુ રાષ્ટ્રપતિ તારી વાત માની લેશે તો બાળકે માસુમિયતથી કહ્યું કે બાળકોની વાતતો મોટા માની જ લે છે.

અમરોહની રહેવાસી શબનમે એપ્રિલ 2008માં પ્રેમી સાથે મળીને પોતાના જ પરિવારના સાત સભ્યોની કૂહાડીથી કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. પ્રેમ સબંધનો વિરોધ થવા બદલ ગુસ્સે ભરાયેલી શબનમે પહેલા પોતાના પરિવારના સભ્યો સાથે દગો કરી બેભાન થવાની દવા ખવડાવી હતી અને બાદમાં 7 સભ્યોની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. જેને લઇને અમરોહા જીલ્લા કોર્ટે વર્ષ 2010માં તેણીને ફાંસીની સજા સંભળાવી હતી. તે અંગેની પુનઃ વિચાર અરજીને પણ રાષ્ટ્રપતિ ફગાવી ચુક્યા છે. ભારતમાં મહિલાઓ માટેનું ફાંસી ઘર માત્ર મથુરામાં જ છે માટે તેણીને ત્યાં ફાંસી આપવામાં આવશે. જેલ અધિક્ષક પવન જલ્લાદને બે વાર ફાંસીઘરનું નિરીક્ષણ કરવા મોકલવામાં આવ્યા હતા. તેને તખ્તામાં કમી દેખાઇ હતી જેના કારણે બિહારના બક્સરથી ફાંસીની રસ્સી મંગાવવામાં આવી છે. અને કોઈ અડચણ નહી આવે તો આઝાદી બાદ પ્રથમ વખત કોઈ મહિલાને ફાંસી આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular