Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડ નજીક બીયરના જથ્થા સાથે પીધેલી હાલતમાં કાર ચાલક ઝડપાયો

ભાણવડ નજીક બીયરના જથ્થા સાથે પીધેલી હાલતમાં કાર ચાલક ઝડપાયો

- Advertisement -

 ભાણવડથી આશરે નવ કિલોમીટર દૂર ત્રણ પાટિયા પાસે મોડી રાત્રીના સમયે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન રાત્રીના આશરે સવા વાગ્યે નીકળેલી જી.જે. 25 એ.એ. 0770 નંબરની એક બ્રેઝા મોટરકારને અટકાવી, પોલીસે ચેકિંગ કર્યું હતું. પોલીસ દ્વારા આ મોટરકારની તલાશી લેવામાં આવતા તેમાંથી રૂપિયા 1400/-ની કિંમતના 14 ટીન બિયરના મળી આવ્યા હતા. આટલું જ નહીં, કારમાં જઈ રહેલા પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા દેવા સુકાભાઈ ખૂટી નામના 42 વર્ષીય મેર યુવાન કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું પણ ખુલતા પોલીસે દેવાભાઈ ખૂંટી સામે પ્રોહીબીશન એક્ટ ઉપરાંત એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધી, રૂપિયા સાત લાખની કિંમતની મોટરકાર કબજે કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular