Sunday, December 22, 2024
Homeરાજ્યમહિકીમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સો ઝડપાયા

મહિકીમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સો ઝડપાયા

- Advertisement -

જામજોધપુર તાલુકાના મહિકી ગામમાં આવેલા પુલ નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.14,980 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મહિકી ગામના પુલ નજીક આવેલા નદીના વોકળામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ચંદુ કારા સાથલપરા, મુકેશ ચના રાઠોડ, લાલા રવજી સિહોરા, જેઠા પોલા ડોડવાડિયા, દાના લખમણ મોરી, ભગવાનજી લાખા પરમાર નામના છ શખ્સોને રૂા.14,980 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular