દાહોદના ઝાલોદ બાયપાસ હાઈવે પર પીક અપ વાન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ફાટી નીકળતા કાર સવાર બે વ્યક્તિ સળગીને ભડથું થઇ ગયા હતા. અને બાદમાં કારની તપાસ કરવામાં આવતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.
દાહોદના ઝાલોદ બાયપાસ હાઈવે પર પીક અપ વાન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિના સળગી જતા મૃત્યુ નીપજ્યા છે. ઝાલોદથી રાજસ્થાનના બાંસવાડા જતો હાઈ વે રોડ પર સુરત પાસિંગની આઈટેન કારમાં વિદેશી દારૂની બોટલો ભરેલી હતી. પુરઝડપે જઈ રહેલ કાર પીક અપ વાન સાથે અથડાઈ હતી. અને બાદમાં કારમાં એકાએક આગ ફાટી નીકળતા કાર સવાર બે વ્યક્તિ ભડથું થઇ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મૃતકોની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ દારૂ ક્યાંથી લેવાયો અને કોને આપવાનો હતો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.