ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપ કોંગ્રેસ તથા અન્ય પક્ષો દ્રારા ચૂંટણી જીતવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું છે કે લોકો હવે પરિવર્તન માટે મતદાન કરશે.ભાજપનું સાશન ધરાવતા શહેરોના લોકો હવે વિવિધ સમસ્યાઓથી કંટાળ્યા છે અને કોંગ્રેસને મતદાન કરશે તેવું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ઉમેર્યું હતું.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે અમે આ ચૂંટણીમાં 50% નવા ચહેરાઓને તક આપી છે. મેન્ડેટ મુદ્દે કોંગ્રેસ સાથે જે ગેરરીતિ અપનાવવામાં આવી છે. તેને લઇને કોંગ્રેસ દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવશે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં સરકાર લોકોને મદદરૂપ થવામાં નિષ્ફળ નીવડી છે.અને હાલ મંદીના સમયમાં લોકો મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે. રાજ્યના યુવાનો પણ બેરોજગાર છે. અને ભાજપની આ નીતિથી મહાનગરના લોકો હવે કંટાળી ગયા છે. અને પરિવર્તન લાવવા માટે કોંગ્રેસને વોટ આપશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કોંગ્રેસના આંતરિક ઘર્ષણના સવાલ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે હાલમાં 8 હજાર બેઠકો પર એક લાખ જેટલા દાવેદારો હતા અને અમે 50 ટકા નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરવા જઇ રહ્યા છીએ, માટે અમુક જગ્યાએ નારાજગી ચોકક્કસ છે, પણ તમામ લોકો પાર્ટીની સાથે હોવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ કોંગ્રેસમાં આંતરિક લોકશાહી હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું.