અગામી 1 માર્ચના રોજ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આજે રોજ ભાજપ દ્રારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાના નામ ભાજપે જાહેર કર્યા છે. પરંતુ આ બંને બિનહરીફ જાહેર થશે. કારણકે કોંગ્રેસ પાસે પુરતું સભ્ય સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહી ઉતારે.
કોંગ્રેસ રાજ્યસભામાં ઉમેદવારો ઉભા રાખશે નહી તેવી માહિતી સામે આવી રહી છે. કોંગ્રેસ ઉમેદવારો ઉભા નહી રાખે માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થશે. કોંગ્રેસ પાસે પુરતું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો નહી ઉતારે.
જણાવી દઈએ કે મૂળ ડીસાના દિનેશભાઈ પ્રજાપતિ બનાસકાંઠા જીલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી છે. અને ઓબીસી સમાજનો ચહેરો છે. તેઓ હાલ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. ત્યારે રામભાઈ મોકરિયા મૂળ પોરબંદરના વતની છે અને તેઓ મારુતિ કુરિયરના માલિક છે. તેમજ એબીવીપીના સક્રિય કાર્યકર પણ છે. ભાજપના આ બંને ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે.