જામનગર નજીક થાવરીયા બાયપાસ ચોકડી પાસે આજે બે રીક્ષા અને એક મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. જામનગરથી થાવરીયા જતી વખતે બાયપાસ ચોકડી નજીક બે ઓટો રીક્ષા અને એક મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
અને અકસ્માતમાં ઘાયલ થયેલ દિલીપસિંહ શિવુભા કેર, અજયસિંહ દિલીપસિંહ કેર, રાજેશ જેસાભાઇ લોખીલ તથા લખમણભાઇ હઠાભાઇ સરસીયાને 108 મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા.