કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મૌની અમાવાસ્યા નિમિત્તે પ્રયાગરાજ ખાતે સંગમમાં ડૂબકી લગાવી છે. આ પહેલા પ્રિયંકા ગાંધીએ ઐતિહાસિક આનંદ ભવનની પણ મુલાકાત લીધી હતી. તેઓ પ્રયાગરાજના માનકમેશ્વર મંદિરમાં ગયા હતા.અને શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદસાથે પણ વાતચીત કરી હતી. શંકરાચાર્ય સાથે વાતચીત કર્યા બાદ પ્રિયંકાએ જણાવ્યું કે અહિયાં આવીને ઘણી ખુશી થઇ. ઉપરાંત શંકરાચાર્ય સાથે મારા પરિવારના ઘણા જુના સબંધો છે. 1990માં જયારે પ્રિયંકાના પિતા ચૂંટણી હાર્યા હતા ત્યારે તેઓના નવા ઘરની પૂજા શંકરાચાર્યએ કરી હતી.
પ્રિયંકા સૌથી પહેલા નહેરૂ-ગાંધી પરિવારના પિતૃક આવાસ આનંદ ભવનમાં ગયા હતા. અહીં તેમણે તેમના પરદાદા અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સ્મૃતિ સ્થળ પર શ્રધ્ધાંજલિ આપી હતી. મૌની અમાવસ્યાના પર્વ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આજે સંગમમાં ડુબકી લગાવી છે. અહીં સન્નાન અને પૂજા પાઠ બાદ તેમણે હોડીમાં સવારી પણ કરી. હોડી પર બેઠી તો થોડા સમય બાદ તે ખુદ ચલાવવા લાગી હતી. તેનો વીડિયો પણ ચામે આવ્યો છે, જેમાં પ્રિયંકા બન્ને હાથથી હોડી ચલાવતી જોવા મળી રહી છે. . પ્રિયંકા ગાંધીએ આનંદ ભવન સ્થિત અનાથાલયમાં બાળકોની સાથે થોડા સમય પસાર કર્યો હતો. અહીં એક બાળકીને તેમણે તેડી લીધી હતી.