પૂર્વ લદ્દાખમાં દાદાગીરી બતાવી રહેલી ચીનની સેના PLA ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવા માટે સતત વાસ્તવિક નિયંત્રણ રેખાથી અડીને આવેલા પોતાના વિસ્તારોમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે. ચીની સેનાએ તાજો યુદ્ધાભ્યાસ રૂટોગ કાઉન્ટીમાં કર્યો છે જે એલએસીથી થોડેક દૂર છે. આ અભ્યાસના વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ચીની ટેન્ક પોતાના લક્ષ્યોને નિશાન બનાવવાનો અભ્યાસ કરી રહ્યા છે. એક સાથે અનેક ટેન્કોની ફાયરિંગથી લદ્દાખનો પહાડી વિસ્તાર થરથરવા લાગ્યો. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે આખો વિસ્તાર બરફથી ઢંકાયલો છે.
આનાથી લાગી રહ્યું છે કે આ અભ્યાસ ચીને તાજેતરમાં જ કર્યો છે. ચીનની સેનાએ કારાકોરમની પહાડીઓ પર મોટી સંખ્યામાં પોતાની સૌથી ઘાતક ટેન્ક Type 99અને તૈનાત કરી છે. ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે ચીનની આ ટેન્ક લગભગ 5 હજાર મીટરની ઊંચાઈ પર તૈનાત કરવામાં આવી છે. ચીને હાલમાં જ પોતાની નવી ટાઇપ-15 ટેન્કના પહેલા જથ્થાને સામેલ કર્યો છે જે ટાઇપ 99અની સાથે મળીને યુદ્ધના મેદાનમાં ઉતરશે. ચીની સમાચારપત્ર કહ્યું કે, જો ફાયર પાવર અને આર્મરની વાત કરીએ તો ટાઇપ 99અ ટેન્ક ચીનની સૌથી ઘાતક ટેન્ક છે. તો ટાઇપ-15 ટેન્ક ઘણી જ ઝડપથી હુમલો કરવામાં સક્ષમ છે.
આ પહેલા ભારતની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મીને ચીની નવાવર્ષની રજાઓ દરમિયાન યુદ્ધ માટે તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા હતા. શી જિનપિંગે એ પણ કહ્યું હતુ કે સેના યુદ્ધ કૌશલ માટે તૈયાર રહે જે દુશ્મનની સેના પર જીત માટે ઘણું મહત્વનું છે.