Sunday, December 22, 2024
Homeરાજ્યકાલાવડના મંગલપુર નજીક બે બાઈક અથડાતા યુવાનનું મોત

કાલાવડના મંગલપુર નજીક બે બાઈક અથડાતા યુવાનનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના મંગલપુર ગામથી ઝીલરીયા ગામે જમવા જતા યુવાનની બાઈક સાથે સામેથી પૂરઝડપે આવતી બાઈક અથડાતા અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું તેમજ અન્ય યુવાનને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ,કાલાવડ તાલુકાના મંગલપુર ગામમાં રહેતો ભાવેશ ઉર્ફે બાલો હિરા જાપડા અને નરશી ભાવસંગ ઠાકોર (ઉ.વ.28) નામનો યુવાન ગત તા. 21 જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેનું જીજે-10-સીએમ-6601 નંબરના બાઈક પર મંગલપુરથી ઝીલરિયા ગામે જમવા જતાં હતાં ત્યારે મંગલપુર નજીક આવેલા સ્મશાન પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-એઆર-1657 નંબરના બાઈકના ચાલક અશોક ભાલોડિયાએ કાબુ ગુમાવતા બન્ને બાઈક સામ-સામી અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અશોકની પાછળ બેસેલા હેમરાજભાઈ જાવિયાને માથાના ભાગે તેમજ હાંસડીમાં ઈજા પહોંચી હતી તથા ભાવેશને નાની મોટી ઈજા થઈ હતી તેમજ ભાવેશની પાછળ બેસેલા નરશી ભાવસંગ ઠાકોરને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં નરશી ઠાકોરનું સોમવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ભાવેશ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફે અશોક ભાલોડિયા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular