Thursday, January 9, 2025
Homeરાજ્યદ્વારકામાં મહિલા સંચાલિત, મહિલાઓ માટેનો જૂગાર અખાડો ઝડપાયો

દ્વારકામાં મહિલા સંચાલિત, મહિલાઓ માટેનો જૂગાર અખાડો ઝડપાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં સ્થાનિક પોલીસે ગત સાંજે એક મહિલાના રહેણાક મકાનમાં દરોડો પાડી આ સ્થળે તેણી દ્વારા અન્ય જુગારી મહિલાઓને સુખ સુવિધા પૂરી પાડીને રમાતા જુગારના અખાડામાં કુલ આઠ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ દ્વારકાના ગરબી ચોક વિસ્તારમાં બીરલા પ્લોટ ખાતે રહેતા 50 વર્ષીય મહિલા દ્વારા તેમના પુત્રીને સાથે રાખીને પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓ બોલાવી અને ચલાવતા જુગારના અખાડા પર ચોક્ક્સ બાતમીના આધારે મંગળવારે સાંજે સ્થાનિક પોલીસ ત્રાટકી હતી.
આ સ્થળે ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા કુલ આઠ મહિલાઓની અટક કરવામાં આવી હતી. આ સ્થળેથી પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂા.38,700 નો મુદ્દામાલ કબજે કરી અને જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular