જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો પ્રકોપ દિન-પ્રતિદિન ઘટતો જાય છે, અને કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ઘટતી જાય છે. છેલ્લા દસ દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટમાં જ રહ્યો છે અને હવે તો માત્ર બે થી ત્રણ કેસો નોંધાઈ રહ્યા છે. જામનગરનો અત્યાર સુધીનો સૌથી નીચો આંક માત્ર એક કેસ નોંધાયો હતો. જેમાં શનિ-રવિ દરમિયાન થોડો ઉછાળો આવ્યો છે અને 48-કલાકમાં શહેરના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 02 સહિત સમગ્ર જિલ્લાના 12 કેસ નોંધાયા છે. સાથોસાથ મૃત્યુના દરમાં પણ બ્રેક લાગી હતી અને છેલ્લા 48 કલાકના સમયગાળા દરમિયાન વધુ બે દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે શહેરના એક પણ દર્દીને રજા મળી નથી. પરંતુ ગ્રામ્યના 04 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
જામનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટમાં જ રહ્યો છે. છેલ્લા 48 કલાકના સમયગાળા દરમિયાન જામનગરની જી. જી. હોસ્પિટલમાં 2 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 48 કલાક દરમિયાન જામનગર શહેરના એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી પરંતુ ગ્રામ્યના માત્ર 04 દર્દીઓને રજા આપવામાં આવી છે. જામનગર શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન 10 પોઝિટીવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,813 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ માત્ર 02 કેસ નોંધાયા હોવાથી કુલ આંકડો 2,359 નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કુલ 10,172 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.