Friday, January 3, 2025
Homeરાજ્યગુજરાતકોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણીક કાર્ય સોમવારથી શરુ, હોસ્ટેલો ખોલવાને લઇને SOP જાહેર

કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણીક કાર્ય સોમવારથી શરુ, હોસ્ટેલો ખોલવાને લઇને SOP જાહેર

- Advertisement -

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્રારા રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ગના વિદ્યાર્થીઓ માટે કોલેજો શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી સોમવારને 8 તારીખના રોજથી રાજ્યભરની કોલેજો શરુ કરવામાં આવશે. 11 જાન્યુઆરીથી પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ યરના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે. તો હવે 8 ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ ક્લાસ શરુ કરવામાં આવશે.

- Advertisement -

રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-19 ડેઝિગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પુન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે SOP નિર્ધારીત કરી છે.

હોસ્ટેલના દરેક ફલોર પર સેનીટાઇઝર આપવાના રહેશે તથા વિદ્યાર્થીઓ/સ્ટાફ સાથે વસ્તુઓની આપ-લે કર્યા પછી, દિવાલો, દરવાજા, દરવાજાના હેન્ડલ, સીડીની રેલીંગ, સ્વીચો વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કર્યા પછી સેનીટાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે.

- Advertisement -

હોસ્ટેલની બહાર અને હોસ્ટેલના બગીચામાં, વિદ્યાર્થીઓએ ભેગા થવાનું અથવા ગ્રુપમાં બેસવાનું ટાળવું જોઇએ.વાસણો યોગ્ય રીતે સાફ થાય તે જોવાનું રહેશે.

કર્મચારીઓએ લંચ માટે તંત્ર દ્વારા આપવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે અને સિકયુરિટી ગાર્ડ અને મેસ સ્ટાફ દ્વારા ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર રાખવાની રહેશે.

- Advertisement -

હોસ્ટેલ બિલ્ડીંગના કોઇપણ ભાગમાં ભેગા થવાની મંજૂરી આપવાની નથી અને વિદ્યાર્થીઓએ પણ ગ્રુપમાં મળવાનું ટાળવું જોઇએ.

તાવ, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા લોકોને અંદર પ્રવેશવાની મંજૂરી આપવી નહીં.

સપાટીઓ અને ફલોરની સફાઇ માટે ફુડ ગ્રેડ ડીસઇનફેકટસનો ઉપયોગ કરવો. શાકભાજી કે અન્ય ખાદ્ય પદાર્થોને ધોવા માટે કોઇ બ્લીચ, વોશિંગ સોડા, ડીટરજન્ટ પાવડરનો ઉપયોગ ન કરવો. તાજા શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થોને કાપતા પહેલા ગરમ પાણીથી ધોવાના રહેશે.

રાજ્ય સરકારે કોલેજોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડો શરૂ કરવા સાથે હોસ્ટેલ્સનો પણ આવાસ-નિવાસ હેતુથી પૂન: ઉપયોગ કરવા આ જે SOP શિક્ષણ વિભાગે જારી કરી છે તેનું પાલન અવશ્યપણે કરવા શિક્ષણ અગ્ર સચિવે અનુરોધ કર્યો છે.

વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓની સ્ક્રીનંગ, ફેસ માસ્ક પહેરીને, હાથનું સેનિટાઇઝિંગ વગેરે દરેક પ્રવેશ સ્થળોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

જો સંસ્થામાં એન્ટ્રી/એકઝીટ માટે એક કરતા વધુ ગેટ હોય તો ભીડ ન થાય તે માટે તમામ ગેટનો પૂરતી કાળજી સાથે ઉપયોગ કરવો.

દરેકને પોતાની પાણીની બોટલ લાવવા અને જનરલ પાણીની બોટલ/મગ/ગ્લાસનો ઉપયોગ ટાળવા પ્રોત્સાહિત કરવા.

શિક્ષણ અગ્ર સચિવ દ્રારા આ તમામ SOPનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

 

 

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular