Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયબજેટના આત્મનિર્ભર પાસાંને તમે આ રીતે સમજી શકો

બજેટના આત્મનિર્ભર પાસાંને તમે આ રીતે સમજી શકો

- Advertisement -

સરકારે લાંબા સમય પછી કસ્ટમ અને એકસાઇઝ ડયૂટીમાં પરિવર્તન કર્યા છે. તેમાં મોબાઇલ, મોબાઇલ ચાર્જર, એસી, સાઇકલ જેવી વસ્તુઓ મોંઘી બનશે. જોકે, આ પરિવર્તનને ધ્યાનથી જોઇએ તો તે ભારતીય અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવા તરફ લેવાયેલું પગલું દેખાય છે.

- Advertisement -

સરકારે ઇથાઇલ આલ્કોહોલની આયાત મોંઘી કરી છે. તેનાથી દેશમાં બનતા ઇથેનોલનો ઉપયોગ કલીન ફયુલ બનાવવા કરવાની કવાયતચાલુ છે. પેટ્રોલમાં 22% સુધી ઇથેનોલ મિલાવી શકાય છે, હાલ દેશમાં 10% જ મિલાવાય છે. દેશમાં શેરડી, મકાઇ અને ચોખા જેવા પાકના કચરામાંથી ઇથનોલ બનાવી શકાય છે. આથી તેની આયાત મોંઘી કરી ઘરેલુ ઉત્પાદન વધારશે.

સરકારે ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયાબીન અને સનફલાવર ઓઇલની આયાત મોંઘી કરી છે. તેનાથી ઘરેલું ખાદ્યતેલ નિર્માતા કંપનીઓએ દેશની જ ઉપજ પર ફોકસ કર્યુ છે. તે પણ કૃષિ ઉત્પાદનનો માટે સારું બજાર બનાવશે. સાથે જ વટાણા, ચણા, મસુર દાળ જેવા કૃષિ ઉત્પાદનોની આયાત પણ મોંઘી કરાઇ છે.

- Advertisement -

સરકારે સ્ટીલ-આયરન સ્ક્રેપની આયાત સસ્તી કરી છે, સ્ક્રૂ, નટ-બોલ્ટની આયાત મોંધી કરી છે. એટલે કાચા માલની આયાત થશે, પરંતુ તૈયાર માલની આયાત મોંઘી થશે. ઘરેલુ ઉત્પાદનને બૂસ્ટ મળશે.

ઓટોમોબાઇલ સેકટરમાં કેટલાક કમ્પોનન્ટ્સ પર કસ્ટમ ડયુટી વધારાઇ છે, જેથી લકઝરી ગાડીઓની કિંમત વધી શકે છે, સાથે જ સ્ટીલની આયાત સસ્તી કરી છે. તેનાથી વાહન નિર્માણનો કુલ ખર્ચ અગાઉથી ઓછો થઇ શકે છે.

- Advertisement -

આ વસ્તુની આયાત મોંઘી:- જેમ્સ એન્ડ જવેલરી, ફ્રિઝ અને એસી કોમ્પ્રેસર, ઇથેનોલ, પશુ આહાર, સફરજન, ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયાબીન ઓઇલ, ક્રૂડ સનફલાવર ઓઇલ, વટાણા, કાબુલી ચણા, દેશી ચણા, મસૂર દાળ, દારૂ, કોલસો, લિગ્નાઇટ, એમોનિયમ નાઇટ્રેટ, કાચો કપાસ, સ્ક્રૂ, નટ બોલ્ટ, ટનલ બોરિંગ મશીન અને પાટર્સ, વાયર કેબલ, મોબાઇલના પાર્ટ્સ, લિથિયમ આયન બેટરી, નેટવર્કિંગ સાધનો, પ્રિન્ટર કમ્પોનેન્ટ્સ, એલઇડી, સોલાર લેમ્પ, સોલાર ઇનવર્ટર, વિદેશી ઇલેકટ્રોનિક રમકડાં, હાઇસ્પીડ ટ્રેન પ્રોજેકટ

આ વસ્તુઓની આયાત સસ્તી:- સોનું, મિશ્રિત સોનું ,ચાંદી, કીંમતી ધાતુ જેમ કે પ્લેટિનમ, આયરન અને સ્ટીલ સ્ક્રેપ, સ્ટેઇનલેસ સ્ટીલ, કોપર સ્ક્રેપ, સંરક્ષણ મંત્રાલય તરફથી બનાવવામાં આવતા એરક્રાટ્સના કમ્પોનન્ટ્સ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular