જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાંથી 19 વર્ષની યુવતિ પોતાના ઘરેથી કોઇને કીધા વગર જતી રહી હોય આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
જામનગરના ધરારનગર-2 બાપાસીતારામની મઢુલી પાસે રહેતી મહેંદી રહીમ ફકીર નામની 19 વર્ષની યુવતી ગત તા.8 ડીસેમ્બરના રોજ પોતાના ઘરેથી કોઇને કીધા વગર જતી રહી હોય અને ઘરેથી પોતાના જન્મ તારીખના આધાર પુરાવા સાથે લઇ ગઇ હોય શોધખોળ કરવા છતાં મળી આવી ન હોય યુવતીના પિતા રહીમભાઇ ઇલીયાસભાઇ ફકીર દ્વારા સીટી બી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ દ્વારા આ અંગે ગુમ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે કોઇને જાણકારી મળે તો સીટી બી ડિવિજન ફોન નં.0288-2550244, 6359629953નો સંપર્ક કરવા જણાવાયું છે.


