સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાનની સંસદમાં બનેલી એક વિચિત્ર ઘટનાનો છે. જેમાં લાઈવ સત્ર દરમિયાન એક ગધેડો અચાનક ચાલુ સત્રમાં ઘુસી ગયો હતો.
પાકિસ્તાનની સંસદમાં એક વિચિત્ર ઘટના બની ચાલુ સત્રમાં એક ગધેડો અચાનક સત્રમાં ઘુસી ગયો. સુરક્ષા કર્મચારીઓ એ તરત જ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ, ગધેડો બેફિકર દેખાતો હતો. અને પોતાની ઝડપથી અંદર દોડી ગયો અનેક સાંસદો સાથે અથડાયો અને ક્ષણભર માટે સાંસદો હાંફળાફાફળા થઈ ગયા જ્યારે આ એક રમુજ દર્શાવતો વીડિયો પણ બની ગયો જેના પર યુઝર્સે ઘણી કમેન્ટ પણ કરી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. જેના પર સેનેટ ચેરમેન મુડ હળવો કરી રહ્યું છે. પ્રાણીઓ પણ ઈચ્છે છે કે, આપણા કાયદા પર તેમનો અભિપ્રાય સાંભળવામાં આવે અને હાજર સભ્યો હાસ્યમાં ફેરવાઈ ગયું.
View this post on Instagram
આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર રમુજુ મીમ્સનો વરસાદ થયો હતો. કોઇએ એમ પણ કહ્યું કે, ‘ગધેડાઓની સભામાં ગધેડો ઘુસી ગયો’ આ ઘટના કયાંકને ક્યાંક બેદરકારી અને સંસદભવનની નબળી સુરક્ષા વ્યવસ્થા અંગેના પ્રશ્નો ઉભા કરે છે.


