Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરગંભીર ગુનામાં સંડોવાયેલા નવ હોમગાર્ડઝ જવાનો બરતરફ - VIDEO

ગંભીર ગુનામાં સંડોવાયેલા નવ હોમગાર્ડઝ જવાનો બરતરફ – VIDEO

અનિયમિત અને બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ

જામનગર હોમગાર્ડઝમાં ફરજ બજાવતાં નવ જવાનો વિરૂઘ્ધ અત્યંત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરજમાં અનિયમિત રહેતા કર્મચારીઓ વિરૂઘ્ધ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટએ તે નવ જવાનોને બરતરફ કરવાનો આદેશ કરતાં ફફડાટ ફેલાઇ ગયો છે.

- Advertisement -

જામનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આવેલા યુનિટના સતત અનિયમિત અને ગંભીર ગુન્હામાં સંડોવાયેલા એવાં કાલાવડના ત્રણ દેવજીભાઈ માટીયા, અલીભાઈ કાજી અને કપીલકુમાર સાગઠીયા જોડિયાના અજય વ્યાસ અને કુંદન સોલંકી સિક્કાના લલિત ડાભી અને ગોપાલ રાઠોડ સિટી ‘બી’ યુનિટના અજય ઢાપા અને લાલપુરના સુભાષ ચાવડાને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ હોમગાર્ડઝ દળમાંથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે.

- Advertisement -

હોમગાર્ડઝ સંસ્થા એક માનદ્ દળ છે અને આ દળમાં અનેક યુવાનો પોતાની માનદ સેવાઓ આપવા તૈયાર છે ત્યારે આવા અનિયમિત અને ગંભીર ગુન્હામાં સંડોવાયેલા જિલ્લાના કુલ નવ હોમગાર્ડઝ સભ્યો યુનિટના સંખ્યાબળમાં રાખવા જરૂરી ન હોય યુનિટ ઓફિસરના રિપોર્ટના આધારે છુટા કરવામાં આવ્યાં છે એમ જિલ્લા હોમગાર્ડઝ કચેરીની યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular