દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 14 પી.આઈ. તથા પી.એસ.આઈ.ના સામુહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.
આ ઓર્ડરોમાં લિવ રિઝર્વમાં રહેલા પી.આઈ. સી.એલ. દેસાઈને ભાણવડ, એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી કચેરીના પી.આઈ. ટી.ડી. ચુડાસમાને મહિલા પોલીસ મથકમાં, પી.એસ.આઈ. કે.એમ. જાડેજાને એસ.ઓ.જી.માંથી ખંભાળિયા, એન.એસ. ગોહિલને દ્વારકા, આઈ.આઈ. નોયડાને મહિલા પોલીસ મથકમાં, એન.એન. વાળાને કલ્યાણપુર, એમ.આર. બારડને ઓખા, આર.પી. રાજપુતને ડીવાયએસપી રીડર શાખામાં, એસ.કે. બારડને સાયબર ક્રાઇમ, જે.એમ. અગ્રાવતને મીઠાપુર, બી.કે. કડછાને ભાણવડ, એ.એચ. હરસોડાને દ્વારકાધીશ મંદિર સુરક્ષા, આર.એલ. ચોપડાને દ્વારકા ટ્રાફિક વિભાગમાં તેમજ એલ.એમ. પુરોહિતને ભાણવડ પોલીસ મથક ખાતે મૂકવામાં આવ્યા છે.


