Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતટેણિયા વૈભવે મચાવી ધમાલ, જડ્યા 15 છગ્ગા

ટેણિયા વૈભવે મચાવી ધમાલ, જડ્યા 15 છગ્ગા

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇમર્જિંગ એશિયા કપમાં 32 બોલમાં સદી ફટકારી હતી. ભારત એ વતી રમતા તેણે યુએઇ સામે 42 બોલમાં 144 રન બનાવ્યા હતા. શુક્રવારે દોહામાં ભારત અ એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 4 વિકેટે 297 રન બનાવ્યા હતા. યુએઇ ફક્ત 149 રન જ બનાવી શક્યું હતું. વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરી રહેલી ઇન્ડિયા એ ટીમે બીજી ઓવરમાં એક વિકેટ ગુમાવી દીધી. પ્રિયાંશ આર્ય 6 બોલમાં 10 રન બનાવીને રન આઉટ થયો. નમન ધીર ત્રીજા નંબરે ઈનિંગમાં આવ્યો. તેણે એક છેડે ટકી રહી, જ્યારે વૈભવે બીજા છેડે 32 બોલમાં પોતાની સદી પૂરી કરી.

- Advertisement -

નમન 12મી ઓવરમાં 34 રન (23 બોલ) બનાવીને આઉટ થયો. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. નમનના આઉટ થયા પછી કેપ્ટન જીતેશ શર્માએ બાજી સંભાળી, પરંતુ બીજા છેડે વૈભવ 144 રન બનાવીને આઉટ થયો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા.

ભારતે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. નેહલ વાઢેરા 14 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ કેપ્ટન જીતેશે રમનદીપ સિંહ સાથે મળીને સ્કોર 300 ની નજીક પહોંચાડ્યો.

- Advertisement -

જીતેશે 32 બોલમાં 83 રન બનાવ્યા. રમનદીપ 6 રન બનાવી અણનમ રહ્યો. 298 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુએઈની ટીમના સોહેબ ખાન એકમાત્ર ખેલાડી હતા જેમણે અડધી સદી ફટકારી હતી. તેમણે 41 બોલમાં 63 રન બનાવ્યા હતા. મોહમ્મદ અરફાને 26, સૈયદ હૈદરે 20 અને મયંક કુમારે 18 રન બનાવ્યા હતા. અન્ય કોઈ ખેલાડી 5 રનનો આંકડો પણ પાર કરી શક્યો ન હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular