જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો યુવાન મંદિરનો પૂજાપો રણમલ તળાવમાં પધરાવવા જતાં સમયે અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના 49-દિ. પ્લોટમાં આવેલા હનુમાન ટેકરી નજીક, કામળિયાવાસ વિસ્તારમાં રહેતાં સુરેશભાઇ બટૂકભાઇ વાઘેલા (ઉ.વ.40) નામના યુવાને ગત્ તા. 10ના રોજ સવારના સમયે તેના ઘરના મંદિરનો પૂજાપો પધરાવવા માટે તુલસી ટ્રાવેલ્સ સામે આવેલા રણમલ તળાવના પાણીમાં ગયો હતો. તે સમયે અકસ્માતે યુવાન પાણીમાં ગરક થઇ જતાં ડૂબી ગયો હતો. અકસ્માતના આ બનાવની જાણ થતાં એએસઆઇ એન. કે. ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની પત્ની પાનીબેનના નિવેદનના આધારે આગળની તપાસ આદરી હતી.


