Friday, December 5, 2025
Homeરાજ્યહાલારધ્રોલમાં મકાનમાંથી તસ્કરોનો હાથફેરો

ધ્રોલમાં મકાનમાંથી તસ્કરોનો હાથફેરો

સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા 1,55,000નો માલસામાન ચોરી ગયા : પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ

ધ્રોલ તાલુકામાં મોરબી નાકા પાસે પોસ્ટ ઓફિસ સામે આવેલ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. મકાનનો દરવાજો ખોલી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 1,55,000ની માલમત્તા ચોરી કરી નાશી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

ચોરીના આ બનાવ અંગેની મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના મોરબી નાકા પાસે આવેલ પોસ્ટઓફિસના સામેના ભાગમાં રહેતાં અબ્દેઅલી મુસ્તફા કાદિયાણીના રહેણાંક મકાનમાં ગત્ તા. 10ના રોજ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ફરિયાદીના મકાનના દરવાજાનો આગડિયો ખોલી મકાનની અંદર ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. મકાનના રૂમમાં આવેલ કબાટમાં રાખેલી રૂા. 1,53,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૂા. બે હજારની કિંમતનો ચાંદીનો ડબ્બો મળી કુલ રૂપિયા એક લાખ પંચાવન હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિતનો માલ ચોરી કરી નાશી ગયા હતા.

આ બનાવ અંગે અબ્દેઅલી કાદિયાણી દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં હે.કો. એચ. બી. સોઢિયા તથા સ્ટાફે આ ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular