Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભણેલી ગણેલી મહિલા આતંકવાદી ડો. શાહીન શાહિદની સંપૂર્ણ કુંડળી જાણો

ભણેલી ગણેલી મહિલા આતંકવાદી ડો. શાહીન શાહિદની સંપૂર્ણ કુંડળી જાણો

જે જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ, જમાત-ઉલ-મોમિનીનની ભારતની વડા હોવાનું કહેવાય છે

ડૉ. શાહીન શાહિદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)નો નેતા મસૂદ અઝહરની બહેન સાદિયાના નિર્દેશનમાં કામ કરતી હતી. તે જૈશ ની મહિલા પાંખની ભારતની વડા હોવાનું પણ કહેવાય છે. મહિલા આતંકવાદીએ 2015માં તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા.

- Advertisement -

રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના એક દિવસ પહેલા, એજન્સીઓએ એક મહિલા ડોક્ટરની ધરપકડ કરી હતી. આ મહિલાનું નામ ડૉ.શાહીન શાહિદ હતું. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ સંયુક્ત ઓપરેશનમાં ડૉ.શાહીનની ધરપકડ કરી હતી. શાહીનનું નામ દિલ્હી વિસ્ફોટમાં સંડોવાયેલા એ જ આતંકવાદી નેટવર્ક સાથેજોડાયેલું છે. વિસ્ફોટમાં દસ લોકો માર્યા ગયા હતા, જ્યારે 20 થી વધુ ઘાયલ થયા હતા.

મહિલા આતંકવાદી ડૉ. શાહીન શાહિદ કોણ છે, જે જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ, જમાત-ઉલ-મોમિનીનની ભારતની વડા હોવાનું કહેવાય છે, ફરીદાબાદથી બે ડૉક્ટરોની ધરપકડ બાદ ડૉ.શાહીનનું નામ સામે આવ્યું હતું. એજન્સીઓ અનુસાર, ડૉ.મુઝમ્મિલ અહેમદ, ડૉ.ઉમર નબી અને શાહીન શાહિદ તબીબી વ્યાવસાયિકોની આડમાં વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્ક ચલાવી રહ્યા હતા. શાહીન મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ, જમાત-ઉલ મોમિનીનની ભારતની વડા હોવાનું પણ કહેવાય છે .

- Advertisement -

એવું કહેવાય છે કે તે જૈશના આતંકવાદી મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહરના નિર્દેશનમાં કામ કરતી હતી. શાહીનની ધરપકડ બાદ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS)એ તેના લખનૌના ઘરે દરોડા પાડ્યા હતા. આ સંયુક્ત કાર્યવાહીમાં શાહીનના ભાઈ ડૉ.પરવેઝ અન્સારીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે ઇન્ટિગ્રલ યુનિવર્સિટીમાં ભણાવે છે. એજન્સીઓએ ડૉ. શાહીનના લખનૌ સ્થિત ઘરેથી અસંખ્ય દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા.

શાહીન કાનપુરમાં લેક્ચરર હતી
ડૉ.શાહીન કાનપુરની ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજ (GSVM)માં લેક્ચરર પણ રહી ચૂક્યા છે. શાહીન 2006માં GSVM માં લેક્ચરર તરીકે જોડાયા હતા. કોલેજના રેકોર્ડ મુજબ, તે 2013માં પરવાનગી વિના રજા પર ગઈ હતી અને કોલેજ તરફથી અનેક નોટિસોનો જવાબ આપવામાં નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ, કોલેજ મેનેજમેન્ટે 2021 માં શાહીનની સેવાઓ સમાપ્ત કરી દીધી હતી. GSVM કોલેજ સ્ટાફનો અહેવાલ છે કે શાહીન શાંત રહેતી હતી અને 2013થી બધા સાથે સંપર્ક કાપી નાખ્યો હતો.

- Advertisement -

મહારાષ્ટ્રના ઝફર સાથે લગ્ન કર્યા હતા
ડૉ.શાહીન શાહિદના લગ્ન મહારાષ્ટ્રના ઝફર હયાત સાથે થયા હતા. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને શાહીનના 2015માં છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી, શાહીન હરિયાણાના ફરીદાબાદ રહેવા ગઈ. ત્યાંજ તે ડૉ. મુઝમ્મિલના સંપર્કમાં આવી. બાદમાં, તે મસૂદ અઝહરની બહેન સાદિયાના સીધા સંપર્કમાં આવી. શાહીનની કારમાંથી એક રાઇફલ અને જીવતો દારૂગોળો પણ મળી આવ્યો હતો, જેને જે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી રહ્યો છે.

NIA વિદેશી સંપર્કોની તપાસ કરી રહી છે
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) હવેઆ કેસની તપાસ કરી રહી છે. NIA ડૉ. શાહીન શાહિદના શૈક્ષણિક રેકોર્ડ, સોશિયલ મીડિયા કનેક્શન અને વિદેશી સંપર્કોની તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે શાહીન શાહિદ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનમાં હેન્ડલર્સ સાથે સંપર્કમાં રહી શકે છે. તેમને ભારતમાં કટ્ટરપંથી મહિલાઓનું નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની પણ શંકા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular