Friday, December 5, 2025
HomeબિઝનેસStock Market Newsએક્ઝિટ પોલના તારણ અને ટ્રમ્પના સકારાત્મક સંકેતથી શેરબજાર ઝુમી ઉઠયું

એક્ઝિટ પોલના તારણ અને ટ્રમ્પના સકારાત્મક સંકેતથી શેરબજાર ઝુમી ઉઠયું

નિફટીમાં 175 અને સેન્સેકસમાં 600થી વધુ પોઇન્ટનો જબ્બર ઉછાળો : આઈટી અને બેંકિંગ શેરોમાં ખરીદી

ગઇકાલે જાહેર થયેલાં બિહારના એક્ઝિટ પોલમાં ભાજપ અને એનડીએને સ્પષ્ટ બહુમતિનું તારણ દર્શાવવામાં આવતાં અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 600 પોઈન્ટ વધીને 83,400ને પાર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 175 પોઈન્ટ વધીને 25,875 પર પહોંચ્યો છે. આજના ટ્રેડિંગમાં આઇટી અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી.

- Advertisement -

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 11 નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત ટ્રેડ ડીલની ખૂબ નજીક છે.
આનાથી આર્થિક અને સુરક્ષા સંબંધો મજબૂત થશે અને રોકાણને વેગ મળશે. આનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. યુએસ સેનેટે ફેડરલ ફંડિંગ પુન:સ્થાપિત કરતું બિલ પસાર કર્યું, જેનાથી યુએસ ઇતિહાસમાં સૌથી લાંબા શટડાઉનનો અંત આવ્યો. આથી વિલંબિત આર્થિક ડેટા (જેમ કે નોન-ફાર્મ પેરોલ) પર સ્પષ્ટતા મળશે અને ફેડરલ રિઝર્વ નીતિ પર દિશા મળશે.

ફેડ દ્વારા ડિસેમ્બરમાં વધુ એક દર ઘટાડાની અપેક્ષા છે. ફેડના ગવર્નર સ્ટીફન મિરોને જણાવ્યું હતું કે ફુગાવો ઘટી રહ્યો હોવાથી અને બેરોજગારી ધીમે ધીમે વધી રહી હોવાથી 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો શક્ય બની શકે છે.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.34% ઘટીને 50,667 અને કોરિયાનો કોસ્પી 0.81% વધીને 4,139 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.63% વધીને 26,865 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.23% ઘટીને 3,993 પર કારોબાર કરી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular