Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ પૂર્ણતાના આરે - VIDEO

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ પૂર્ણતાના આરે – VIDEO

જામનગર કમિશનર સહીતની ટીમે કરી સ્થળ મુલાકાત અને સમીક્ષા

જામનગર શહેરમાં હાલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ તૈયાર થઈ રહ્યો છે, જે શહેરના વાહનવ્યવહારને નવી દિશા આપશે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. આ પુલના અંતિમ તબક્કાના કામનું નિરીક્ષણ કરવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિનેશ મોદીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી. કમિશનર સાથે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, સીટી એન્જિનિયર ભાવેશ જાણી, પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના રાજેન્દ્ર જાની તથા એસ્ટેટ વિભાગના સહિતની ટીમ જોડાઈ હતી.

- Advertisement -

અધિકારીઓએ પુલના અંતિમ છોડાના ભાગે ચાલી રહેલા કામની સમીક્ષા કરી અને તકનિકી મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કમિશનરે કામની ગુણવત્તા જાળવવા અને સમયસર પૂર્ણ કરવા ખાસ સૂચના આપી હતી. આ ઓવરબ્રિજ જામનગરના ટ્રાફિક માટે એક મહત્વપૂર્ણ રાહતરૂપ બનશે અને શહેરના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.

- Advertisement -

આ મુલાકાત દરમ્યાન મહાનગરપાલિકાની ટીમે શહેરમાં ચાલી રહેલા અન્ય વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી હતી. માર્ગ સુધારણા, લાઇટિંગ અને ડ્રેનેજ જેવી સુવિધાઓ અંગે નિરીક્ષણ કરીને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular